નખત્રાણાની ભાગોળે અજાણ્યા વાહને રિક્ષાચાલકને અડફેટે લેતા રિક્ષા પલટી : ચાલકનું મોત

image-118

copy image

copy image

નખત્રાણાની ભાગોળે અજાણ્યા વાહને રિક્ષાચાલકને અડફેટે લેઇ ફંગોળી દેતાં મોત થયું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણાના વિરાણી રોડ પર રહેતો 25 વર્ષીય યુવાન હાજી આધમ સમા વહેલી સવારે 3.30 વાગ્યે રિક્ષા લઈને કોટડાથી નખત્રાણા તરફ જઈ રહ્યો હતો તે સમયે નખત્રાણાની ભાગોળે એસ.આર. પેટ્રોલપંપ નજીક અજાણ્યા વાહને તેની રિક્ષાને ફંગોળી દેતાં રિક્ષા પલટી મારી ગઈ હતી અને રસ્તાની નીચે ઉતારી ગઈ હતી. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું મોત નીપજયું હતું.