મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શહેરના પરાબજારમાં આવેલ નાસ્તા ગલીમાં જાહેરમાં નોટનંબરી જુગાર રમાતો હોય જેને પગલે ઈસમ મનીષ ગગજી ચૌહાણ (ઉ.વ.૩૫) રહે લાલપર અને હનીફ હાસમ મોવર (ઉ.વ.૨૫) રહે વિશીપરા મોરબી વાળાને પકડી પાડી ને રૂ. ૬૯૦ કબ્જે કર્યા છે જયારે મોરબીના ઈદ મસ્જીદ રસ્તા પર જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમી રમાડતો આમદ ઈસ્માઈલ ગાલબ (ઉ.વ.૬૮) રહે મોરબી ઘાંચી શેરી વાળાને પોલીસે પકડી પાડીને ૧૧૩૦ ની રોકડ રકમ કબ્જે કરી છે.