ટંકારાના મીતાણા ગામના રહેવાસી યુવાનનું ઘર નજીક પાર્ક કરેલું મોટરસાયકલ તસ્કરી થતા આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. ટંકારાના મીતાણા ગામના રહીશ નારણભાઈ પબાભાઈ ભરવાડ (ઉ.વ.૨૯) ટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા જણાવ્યું છે કે તેનું મોટરસાયકલ નં જીજે ૩૬ જે ૧૪૭૬ વાળું ઘરની બહાર પાર્ક કર્યું હોય જે અજાણ્યો શખ્સ તસ્કરી કરી ગયાની ફરિયાદ લખાવી છે. પોલીસે ૪૦ હજારની કિંમતના મોટરસાયકલ તસ્કરીની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.