કચ્છના નખત્રાણા પંથકમાં બે બાઇક વચ્ચે ટક્કરમાં ૨ શખ્સોના મૃત્યુ

ભુજ : ઝડપભેર દોડાવાતી બાઇકથઈ ઘણીવાર જીવલેણ માર્ગ અકસ્માત સર્જાતા હોવા છતાં પણ આજનો યુવા વર્ગ સમજવા તૈયાર નથી. નખત્રાણાના વંગ અને ડાડોર ગામ વચ્ચે ટ્રિપલ સવાર બાઇક સાથે સામેથી આવતો બીજો બાઇક ચાલક અથડાતાં એક જ બાઇક ઉપર સવાર ડાડોર ગામના ૩૫ વર્ષીય યુવાન નૂરમામદ હારૂન થેબા અને વંગ ગામના ૩૨ વર્ષીય યુવાન જેસંગ રાણા આહીર એ બંને શખ્સોને ગંભીર ઈજાઓ કારણે ઘટના સ્થળે જ અરેરાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. દુર્ભાગ્ય તો જુવો કે જેસંગ આહીરની ગાય બીમાર હતી એટલે તેણે બાજુના ગામે રહેતા પોતાના મિત્ર નૂરમામદને સારવાર માટે બોલાવ્યો હતો. ગાયની સારવાર થઈ ગયા બાદ બીજા મિત્ર સાથે મળીને ત્રણેય જણા ટ્રિપલ સીટ સવારી સાથે મોટરસાઇકલ ઉપર નૂરમામદને મુકવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો અને બંને મિત્રો જેસંગ અને નૂરમામદના કરુંણ મૃત્યુ નીપજયાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *