ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીઓને પોલીસે દબોચ્યાં
copy image

હળવદ ખાતે આવેલ ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ચરાડવા ગામે નવા તળાવ નજીક અમુક ઈશમો રૂપિયાની રમત રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી પત્તા ટિંચતા પાંચ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂ ૧૬,૪૦૦ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.