ટંકારામાં બાળ મજુરી કરાવનાર ઇસમ વિરુદ્ધ ફરિયાદ
ટંકારમાં લજાઈ ચોકડી નજીક આવેલ ચા પાનની હોટેલ પર બાળ મજુરી કરાવનાર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આરોપી શખ્સે પોતાની નારાયણી ચા પાનની હોટેલ ખાતે સગીર કિશોર/બાળકને મજુર તરીકે રાખી તેની પાસે ટેબલ સફાઈ અને રસોઈ બનાવવામાં મદદ કરાવી તેમજ વાસણ સફાઈ, હોટેલ સાફ સફાઈ મજુરી કરાવતો હતો. આ કિશોર પાસે કામ કરાવી આર્થિક શોષણ કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.