મોરબી ખાતે આવેલ પાનેલી ગામે ડુંગળીના પાકના ઊભા વાવેતરમાં ગાયો ભેંસો છુટા મૂકી નુકશાન પહોંચાડનાર આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image

copy image

મોરબી ખાતે આવેલ પાનેલી ગામે ડુંગળીના પાકના ઊભા વાવેતરમાં ગાયો ભેંસો છુટા મૂકી ભેલાણ કરાવી ખેતરમાં નુકશાન પહોંચાડનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં  આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદીના પિતાજીની માલિકીની પાનેલી ગામના ફારસ પાર્ટી તરીકે ઓળખાતી સીમમાં આશરે ચાર વીઘા ખેતીની જમીનમાં ડુંગળીના વાવેતર માટે રોપા અને ડુંગળીના ભમરાના ઉભા છોડના પાકમાં તેમજ કપાસનો પાક છે. જ્યાં આરોપી શખ્સે પંદર માલઢોર ગાયો ભેંસો છુટા મૂકી દેતાં ભેલાણ કરી ખેતરના પાકમાં નુકશાન પહોંચાડેલ હતું.  આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે  આગળની વધુ તપાસ આરંભી છે.