આદિપુરમાંથી ઓનલાઇન સટ્ટો રમતો શખ્સ દબોચાયો
આદિપુરમાંથી ઓનલાઇન સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર શહેરના બસ સ્ટેન્ડ સામે મૈત્રી ચાની હોટેલ નજીક બાંકડા પર બેઠેલા ઓનલાઇન સટ્ટો રમતા યુવાનને પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે વધુમાં માહિતી મળી રહી છે કે શખ્સ પોતાના મોબાઇલમાં ઓલ પેનલ 777 નામની વેબસાઇટમાં મેલબોર્ન તથા બ્રિસ્બેન હિટની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો તે દરમ્યાન ત્રાટકેલી પોલીસે આ યુવાનને રંગે હાથ ઝડપી તેની પાસેથી 17,000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.