રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ચિસ્તીયા કોલોનીમાં ત્રણ આરોપી સાથે રૂ.11,380 તીનપતીનો જુગાર રમતા ધોરાજી પોલીસે ઝડપયા છે. ધોરાજી પોલીસ સ્ટેશનેથી મળતી વિગત અનુસાર ધોરાજીનાં ચિસ્તીયા કોલોનીમાં તીનપતીનો જુગાર રમતા ધોરાજી પોલીસે યોગ્ય બાતમીના આધારે રેડ પાડતા રફીકભાઈ ચખાલી તથા ઈકબાલ હાલાઈ તથા અબ્દુલ્લા કલુડી આમ ત્રણ શખ્સોને જાહેરમાં જુગાર રમતા ધોરાજી પોલીસે ઝડપી પાડેલ અને કાયદેસર તજવીજ હાથ ધરી છે વધુ તજવીજ ધોરાજી પોલીસના પીએસઆઈ ચલાવી રહ્યા છે.