ભીરંડિયારા નેશનલ હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત : ડમ્પરચાલકને કેબિન કાપીને મહામહેનતે બહાર કઢાયો
ભીરંડિયારા નેશનલ હાઇવે પર ગત દિવસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પરનાચાલકે કાબૂ ગુમાવતાં ધડાકાભેર અથડાવતાં કેબિનનો ડૂચો વળી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં ડમ્પરચાલક તેમાં ફસાઈ જતાં કેબિનનું પતરું કાપીને તેને બચાવવામાં આવેલ હતો. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે એટલે કે બુધવારના વહેલી સવારે 5.45 વાગ્યાના સમયે બ્રેકડાઉન થયેલી ગાડીમાં પાછળથી આવી રહેલા ડમ્પરનાચાલકે કાબૂ ગુમાવતાં ધડાકાભેર અથડાઈ હતી. સર્જાયેલ અકસ્માતમાં ડમ્પરચાલક તેમાં ફસાઇ જતાં કેબિન કાપીને મહામહેનતે તેને બહાર કાઢી બચાવાયો હતો. સર્જાયેલ અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિકજામ થતાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં ઘાયલ બનેલ ડમ્પર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.