લોડાઇમાં મહિલા પર ત્રિકમ વડે હુમલો કરનાર આરોપી શખ્સને પાંચ વર્ષ બાદ બે વર્ષની કેદ

jail_bars

copy image

copy image

ભુજ ખાતે આવેલ લોડાઇમાં પાંચ વર્ષ અગાઉ મહિલા પર હુમલો કરનારા આરોપી શખ્સને કોર્ટે આખરે પાંચ વર્ષ બાદ બે વર્ષની કેદની સજા ફટકારી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 31/7/19 ના ફરિયાદી મહિલા ચંદ્રિકાબેન જિતેન્દ્રભાઇ જોશી પર આરોપી ઈશમે  ઝઘડો કરી ત્રિકમનો ઘા મારી અસ્થિભંગ સહિતની ઇજા પહોંચાડી હતી. જેથી આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે બાદ ચાર્જશીટ દાખલ થતાં કોર્ટે બંને પક્ષની પુરવાઓ અને દલીલો સાંભળ્યા બાદ આરોપી ઈશમને તકસીરવાન જાહેર કરી છ માસ અને એક હજાર દંડ તથા બે વર્ષ અને 20 હજાર અને દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.