મોટા આસંબિયાની બાલાજી વે બ્રિજની ઓફિસમાંથી તસ્કરી કરનાર આરોપી પોલીસના સકંજામાં
માંડવી ખાતે આવેલ મોટા આસંબિયાની બાલાજી વે બ્રિજની ઓફિસમાંથી 70,500ની તસ્કરી કરનાર આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોરીના આ બનાવ અંગે બાલાજી વે બ્રિજના માલિક પરેશકુમાર નારાણભાઈ હાલાઈ દ્વારા કોડાય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે મુજબ ગત તા. 15/12ના રાતથી બીજા દિવસની સવાર સુધીના સમયગાળામાં તેમની ઓફિસના દરવાજાનું તાળું તોડી ટેબલના ખાનામાંથી રોકડા રૂા. 70,500ની ચોરી કરી કોઈ ઈશમ ફરાર થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ ગુના કામેના આરોપી શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જ પૂર્વબાતમીના આધારે દબોચી લીધો છે. પોલસે આરોપી ઈશમની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.