ગેરકાયદેસર ડોક્ટરની પ્રેક્ટિસ કરતા ઈસમને ઝડપી પાડી કાયદેસરની ડાર્યવાહી કરતી એસ.ઓ.જી,ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકથી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીશ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વે કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં લોકોના હેલ્થ સાથે ચેડા કરી ગેરડાયદેશરની પ્રેકટીશ કરતાં બોગસ ડોક્ટરોને પકડી પાડવા મળેલ સુચના મુજબ એસ.ઓ.જી.ટીમને ખાનગી બાતમી મળેલ કે, પી.એસ.એલ કારગો ઝુંપડા ગાંધીધામ પાસે બ્રીજનંદનપ્રસાદ રામજીતપ્રસાદ કુશવાહા પોતાની કબ્જા ભોગવટાની દુકાનમાં ગેરકાયદેસર ક્લિનીક ખોલી ડોક્ટરની પ્રેક્ટીસ કરતાં હોય જેથી સદરહુ જગ્યાએ તપાસ કરતાં મજકુર ઈસમે કોઈપણ સક્ષમ સંસ્થા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન અંગેનુ પ્રમાણપત્રો મેળવ્યા વગર ડોકટરની પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં જણાવેલ અને તેમના કબ્જામાંથી ગે.કા.રીતે મેડીકલ પ્રેકટીસથી મેળવેલ એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી આવતાં મજકુર આરોપી વિરૂધ્ધ ધી મેડીકલ પ્રેકટીસ એકટ ૧૯૬૩ મુજબનો ગુન્હો ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે.દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રાઉન્ડઅપ કરેલ આરોપી:-

બ્રીજનંદનપ્રસાદ રામજીત પ્રસાદ કુશવાહા ઉવ.૪૫ ૨હે પી.એસ.એલ કારગો ઝુપડા ગાંધીધામ મુળ રહે મખવા તા.તમકુહીરાજ જી.ડુશીનગર ઉતર પ્રદેશ

પકડાયેલ મુદ્દામાલની વિગત:-

(૧) એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો કિ.રૂ. રૂ.૧૯,૮૮૪/-

(૨) આધાર કાર્ડ નકલ -૦૧ કિ.રૂ.00/00

B.રૂ. ૭. ૧૯,૮૮૪/- નો મુદામાલ

ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી.પોલીસ ઈન્સપેકટર ડી.ડી.ઝાલા તથા પો.સબ.ઈન્સ વી.પી.આહિર તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.