કળકળટી ઠંડી વચ્ચે હવામાન વિભાગની આગાહી : કચ્છમાં ઠંડીનું હવામાન હાલમાં પ્રવર્તમાન રહેશે
કળકળટી ઠંડી વચ્ચે ભુજ અને ગાંધીધામ, અંજારમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે સપ્તાહના અંત સુધી ઠારની ધાર યથાવત રહેશે તેવું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવેલ છે. આપણાં જિલ્લા મથક ભુજમાં લઘુતમ પારો એક ડિગ્રી નીચે સરકીને ચાલુ મોસમમાં પ્રથમવાર 10.5 ડિગ્રી સુધી પહોચવાથી ઠંડીનું પ્રમાણ વધુ છે. સૂત્રોના અનુસાર મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી હોવાના કારણે લોકને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની જરૂર જણાઈ રહી છે. કંડલા એરપોર્ટ મથકે લઘુતમ તાપમાનમાં 2.5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. જેના પગલે ગાંધીધામ, ગળપાદર, આદિપુર, અંજાર સહિતના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો હતો. અહીં મહત્તમ ઉષ્ણતામાન 27 ડિગ્રી રહ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે ચાલુ શિયાળામાં પ્રમથ વખત કંડલા બંદરે ન્યૂનતમ તાપમાન 13.5 ડિગ્રી પહોંચતા તટીય વિસ્તારમાં પણ ઠંડીનો અનુભવ થયો છે. હાલમાં કચ્છમાં ઠંડીનું હવામાન પ્રવર્તમાન રહેશે તેમ હવામાન વિભાગનું કહેવું છે.