જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર રેઈડ : ચાર ખેલીઓની કરાઈ ધરપકડ
જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર રેઈડ પાડી ચાર ખેલીઓને પોલીસે દબોચી લીધા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રૂરલ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે જેતપુરના ચાંપરાજપુર રોડ પર ભોજાધાર વિસ્તારમાં અમુક ઈશમો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડેલ છે. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.