અમદાવાદ જીવરાજ પોલીસ ચોકી નજીકથી ચાઈનીઝ દોરી સાથે બે શખ્સો ઝડપાયા
અમદાવાદ જીવરાજ પોલીસ ચોકી નજીકથી ચાઈનીઝ દોરી સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબી સ્ક્વોડ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે જીવરાજ પોલીસ ચોકીની ગલીમાં એક શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા અર્થે આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર વોચ ગોઠવી અને આરોપી ઈશમ આવતા તેને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી 30 નંગ ચાઇનીઝ દોરીના ટેલરો હસ્તગત કર્યા છે. પકડાયેલ શખ્સને પૂછતાછ કરવામાં આવતા અન્ય શખ્સે ટેલરો વેચવા આપ્યા હોવાનું સામે આવતા પોલીસે અન્ય આરોપી ઈશમના ઘરે રેઈડ પાડી 45 નંગ ચાઇનીઝ દોરીના ટેલરો કબજે કર્યાં હતાં.પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.