સુરત: રૂ. ૯ હજારની લાંચ લેતો પીએસઆઇને એબીસી એ રંગે હાથ પકડાયો
સુરત: તાપી જિલ્લાના વ્યારા ખાતેની કાનપુરા નવી પોલીસ લાઇનમાં રહેતા પીએસઆઇ પરેશભાઈ રતુભાઈ ચૌધરીને એસીબીએ ઝટકું ગોઠવી ૯ હજાર રૂપિયાની લાંચ લેતા પકડી લીધા હતા. એસીબીના જણાવ્યા મુજબ આ કામના ફરિયાદીની ત્રણ ટ્રક નિઝરથી સુરત સુધી રેતી ભરીને જતી હતી. જે ટ્રકો શખ્સ પીએસઆઇ પી.આર ચૌધરીએ પકડી હતી.અને ફરિયાદી પાસે એક ટ્રકના ત્રણ હજાર લેખે ત્રણ ટ્રકના રૂ. ૯,૦૦૦ ની લાંચની માંગણી કારી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય,નવસારી એબીસી ખાતે આવી ફરિયાદ આપતા લાંચનું છૂટકું ગોઠવતા આ છટકા દરમ્યાન શખ્સે ફરિયાદીને મિશન નાકા ખાતે આવેલ ઉગમ બિલ્ડીંગમાં આવેલ ખેતલાઆપા ટી-સ્ટોરની સામે બોલાવી પોતાની સ્વીફ્ટ કારમાં ફરિયાદીને બેસાડી તેની પાસેથી લાંચની રકમ રૂ.૯,૦૦૦ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. એસીબીના છટકામાં પકડાયેલ પીએસઆઇ ચૌધરી મૂળ વાંકલ ગામ, વેરાઈ,તા. માંગરોળ, જી. સુરતનો રહેવાસી છે. આ કેસમાં ટ્રેપિંગ અધિકારી તરીકે નવસારી એસીબી પોલીસ મથકના પીઆઇ બી.જે સરવૈયા તથા સુપર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ,મદદનીશ નિયામક,એસીબી સુરત એકમ,સુરત એ કામગીરી બજાવી હતી.