ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવીને વેંચનાર ઇસમને ૧૦ નકલી લાઇસન્સ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ
મ્હે.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી બી.બી. ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ બનાવટી દસ્તાવેજોના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ,
જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “કોટડા જડોદર તા.નખત્રાણા ગામે રહેતો ભરત ખેતાલાલ મેરીયા જે કોટડા(જ) ગામે મેઇન બજારમાં આવેલ પોતાની કબ્જા ભોગવટાની “રામદેવ ઓનલાઇન પોઇન્ટ” નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી તેનું અને વેચાણ કરે છે” તેવી બાતમી હકીકતના આધારે વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મજકૂર ઇસમના લેપટોપમાં બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સની પી.ડી.એફ. ફાઇલો તથા ૧૦ ડ્રાઇવિંગ લાઇસન્સની હાર્ડકોપી અને સફેદ કલરના લાઇસન્સ છાપવાના કોરા કાર્ડ અને લાઇસન્સ પર લેમીનશન કરવાના પ્લાસ્ટીકના પારદર્શક કવરો મળી આવેલ જે બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી મજકૂર ભરત ખેતાલાલ મેરીયા ઉવ.૨૨ રહે.કોટડા(જ) તા.નખત્રાણા વાળાને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)(ઈ) મુજબ અટક કરી બાદ આર.ટી.ઓ. કચેરી ભુજ ખાતે ઉપરોક્ત લાઇસન્સોની ખરાઇ કર્યા બાદ નખત્રાણા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૨૦૦/૨૦૨૪ બી.એન.એસ. કલમ- ૩૩૬(૨)(૩), ૩૪૦(૨) ગુન્હો દાખલ કરાવવાની કાર્યવાહી કરેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ :
(૧) HP કંપનીનો લેપટોપની જેની કિં.રુ.૧૦,૦૦૦/-
(2) INDIAN UNION DRIVING LICENCE લખેલ ડુપ્લીકેટ લાઇસન્સ
GJ12 20220009054 જેમાં નામ- VIJAY PARADHI લખેલું હોઇ
GJ12 20200092179 જેમાં નામ- RAMESHABHAI VANKAR લખેલું હોઇ
GJ12 20230097164 જેમાં નામ- TAIYAR HALEPOTRA લખેલું હોઇ
GJ12 20220094745 જેમાં નામ- DHRUVARAJSINH JADEJA લખેલું હોઇ
GJ12 20220078636 જેમાં નામ- IMRAN SAMEJA લખેલું હોઇ
GJ12 202 10012486 જેમાં નામ- IMARAN JAGORA લખેલું હોઇ
GJ12 20230092157 જેમાં નામ- BHAVESH HAMIR KOLI લખેલું હોઇ
GJ12 20220092521 જેમાં નામ- PRAKASH MATANG લખેલું હોઇ
GJ12 20220097732 જેમાં નામ- BHARAT MAHESWARI લખેલું હોઇ
GJ12 20220097622 જેમાં નામ- ISMALL MAHEBUB RATHOD લખેલું હોઇ
એમ કુલ્લે ડ્રાઇવિંગ લાઇસન્સ નંગ-૧૦ જેની કિં.રુ.૦૦/-
(૩) સફેદ કલરના લાઇસન્સ કે અન્ય આધારો છાપવાના કોરા કાર્ડ જે કુલ્લે- ૩૫ જેની કિં.રુ.૦૦/-
(૪) લાઇસન્સ કે અન્ય આધારો પર લેમીનશન કરવાના પ્લાસ્ટીકના પારદર્શક કવર
જે કુલ્લે- ૫૦ જેની કિં.રુ.૦૦/-
(૫) રીયલમી કંપનીનો 7i મોબાઇલ હોઇ જેના આઈ.એમ.ઈ.આઈ. નંબર જોતા- ૮૬૨૦૪૦૦૪૫૮૦૬૮૯૩/૧૭ તથા ૮૬૨૦૪૦૦૪૫૮૦૬૮૮૫/૧૭ જેની કિં.રુ.૧૦૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એ.એમ.મકવાણા સાહેબની સુચનાથી એ.એસ.આઇ યશવંતદાન ગઢવી તથા જયંતીભાઇ માજીરાણા તથા પો.હેડ.કોન્સ. ધનજીભાઇ આહીર તથા નિકુંજદાન ગઢવી તથા પો.કોન્સ. નરેંદ્રસિંહ સોઢા તથા મયંકભાઇ જોષી તથા મોહનભાઇ ગઢવી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.