બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ -કચ્છ,ગાંધીધામ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાવ નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ બાલાસર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ડાનાણી વાંઢ ગામ તરફ વિદેશી દારૂ ભરી સિલ્વર કલરની બોલેરો ગાડી આરોપી નવીન રાઘુ કોલી લઇને આવી રહેલ છે. જેથી એલ.સી.બી. ની ટીમ ઉપરોકત આરોપીની વોચમાં હતી તે દરમ્યાન હકીકત વાળી બોલેરો ગાડી આવતા જેને ઉભી રખાવવા માટે પ્રયત્ન કરતા ઉભી રાખેલ નહિ અને કાનાણી વાંઢની પેટા કેનાલ પાસે દલદલ પાણીના વોકરામાં ગાડી મુકી નાશી ગયેલ. જેથી ઉપરોકત બોલેરો ગાડીની ઝડતી તપાસ કરતા તેમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બાલાસર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
આરોપીનું નામ
નવીન રાધુભાઈ કોલી રહે. હેલીપેડ વિસ્તાર તા.રાપર
કુલ મુદ્દામાલ કિ.રૂ. ૩,૬૬,૨૪૫/-
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.