કચ્છ – મુંબઇ માટે નાતાલ વેકેશન દરમ્યાન ૬ સ્પેશયલ ટ્રેન જાહેર

copy image

copy image

નાતાલ નિમિત્તે કચ્છ – મુંબઇ ટ્રેન માં ભારી ટ્રાફિક નાં પગલે સંસ્થા દ્વારા રેલ તંત્ર ને સ્પેશયલ ટ્રેન માટે માંગણી કરેલ . જેનાં અનુસંધાન માં નાતાલ વેકેશન દરમિયાન ૬ સ્પેશયલ ટ્રેન જાહેર થઈ છે.

બાન્દ્રા ટર્મિનસ થી ભુજ
ટ્રેન નં. ૦૯૪૭૧ તા. ૨૩/૧૨/૨૪ તથા ૩૦/૧૨/૨૪
બાન્દ્રા ટર્મિનસ થી બપોર નાં ૧૨.૪૫ વાગ્યે ઉપડી બીજા દિવસે સવાર નાં ૩.૩૦ વાગ્યે ભુજ પહોંચશે.

ટ્રેન નં. ૦૯૪૭૩ તા. ૨૬/૧૨/૨૪
બાન્દ્રા ટર્મિનસ થી સવાર નાં ૯.૫૫ વાગ્યે ઉપડી તેજ દિવસે રાત્રે ૧૧.૩૦ વાગ્યે ભુજ પહોંચશે.

ભુજ થી બાન્દ્રા ટર્મિનસ
ટ્રેન નં. ૦૯૫૭૨ તા. ૨૨/૧૨/૨૪ તથા ૨૯/૧૨/૨૪
ભુજ થી સાંજે ૭.૦૦ વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે ૯.૪૫ વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.

ટ્રેન નં. ૦૯૪૭૪ તા. ૨૫/૧૨/૨૪
ભુજ થી બપોર નાં ૩.૫૦ વાગ્યે બીજા દિવસે સવાર નાં ૪.૫૫ વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.

આ સ્પેશયલ ટ્રેનો પ્રિમિયમ ફેર થી દોડાવવામાં આવશે. જેનું બુકિંગ લગભગ આવતી કાલે શરુ કરવામાં આવશે.