કચ્છ પૂર્વ વન વિભાગની,ભુજ (ઉત્તર) રેન્જ હેઠળના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં અન અધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળા બનાવતા હિટાચી મશીનો સાથે ૧.૨૫ કરોડનો મુદામાલ કબ્જે કરતું પૂર્વ કચ્છ વન વિભાગ

કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્ય વિસ્તારમાં અન અધિકૃત પ્રવૃત્તિ ને રોકવા ડૉ.સંદીપ કુમાર,મુખ્ય વન સંરક્ષકશ્રી, કચ્છ વન વર્તુળ ની સુચના અને જી.ડી.સરવૈયા,નાયબ વન સંરક્ષકશ્રી,કચ્છ પૂર્વ વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ તા.૧૯/૧૨/૨૦૨૪ ના રોજ એસ.એ.ગઢવી મદદનીશ વન સંરક્ષકશ્રી, કચ્છ પૂર્વ-૧,આર.ડી.ગઢવી પરિક્ષેત્ર વન અધિકારી,ઓ.જે.જાડેજા વનપાલ-ખાવડા, તથા વાય.જી.રબારી વનરક્ષક ની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્ય ના સાધારાવાંઢ વિસ્તારમાં અન અધિકૃત પ્રવેશ કરી મીઠા ના પાળા ની કામગીરી કરતાં રેન્જ ગુન્હા અનુક્રમ નં-૧૧/૨૦૨૪-૨૫ તા.૧૯/૧૨/૨૦૨૪ થી ૫ (પાંચ) હિટાચી મશીન સાથે ૫ (પાંચ) તહોમતદાર (૧) નોડે ઈમરાનભાઈ જુમાભાઈ રે.ભીડનાકા, કમલાણી ફળીયા, ભુજ. (૨) રજનીશકુમાર ધર્મદેવ મહંતો રે.કિશનપુરી, નબીગંજ, બિહાર. (૩) જીતેન્દ્રકુમાર ગુરમીત ચંદ રે.રાયપુર તા.ઉના,હિમાચલ પ્રદેશ, (૪) નિરજ પ્રહલાદ સાહની રે.ક્લાબન, ઉત્તરપ્રદેશ. (૫) મોહમ્મદ અશફાક એકલખઅહેમદ રે.ભાડાસી, બિહાર ને અટકમાં લઇ અંદાજીત ૧.૨૫ કરોડ નો મુદામાલ જપ્ત કરી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ- ૨(૩૩),૧૮,૨૭(૧),૨૯,૫૦(ખ),૫૧,૫૨ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ.