હિંમતનગરમાં વ્યાજખોરોએ 7 વર્ષની સગીરાને રાજસ્થાનમાં 3 લાખમાં વેચી : ગણતરીના કલાકોમાં જ કરાયા જેલના હવાલે

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે હિંમતનગરમાં રહેતા એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારામારી બાદ બે શખ્સો સહિત એક મહિલાએ જબરદસ્તી 7 વર્ષની સગીરાને ઉઠાવી ગયા હત અને બાદમાં રાજસ્થાનમાં રૂપિયા 3 લાખમાં વેચી દેવાનું ક્રૂર કામ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વધુમાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હિંમતનગરના સાબરડેરી વિસ્તારમાં સમર્થ કોલેજ કેમ્પસ નજીક પસાર થતી કેનાલ નજીક છાપરામાં વસવાટ કરતા એક પરિવારે આરોપી ઈશમો પાસેથી રૂપિયા  60,000 વ્યાજે લીધા હતા. જેની કરાર મુજબ ચુકવણી કરી દીધેલ હોવા છતાં પણ આરોપી ઈશમો હિસાબ કરી રૂ.3 થી 4 લાખ લેવાના નીકળતા હોવાનું જણાવી આ પરિવારના ઘરે હિંમતનગર  પહોંચેલ હતા. જાણવા મળી રહ્યું છે કે મારામારી કરી કોરા કાગળમાં અંગૂઠા કરાવ્યા બાદ તેમની દિકરીને પૈસાના બદલામાં જબરદસ્તી લઈ ગયા હતા. રૂ. 3 લાખમાં રાજસ્થાનના જયપુરની આસપાસ વેચી નાખેલ હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે આ મામલે મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ થયા બાદ ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણેય આરોપી શખ્સોને ઝડપી ઝેલમાં ધકેલી દીધા છે. જાણવા મળી રહ્યું છે કે આરોપીને ઝડપી પાડી સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલ છે.