રાજકોટ શહેર ગોંડલ રોડ પરથી પુરુષનો અજાણ્યો મૃતદેહ મળી આવતા ચકચાર

copy image

સૂત્રો જણાવી રહ્યા રાજકોટ શહેર ગોંડલ રોડ પરથી પુરુષનો અજાણ્યો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જકોટ શહેર ગોંડલ રોડ પર એસ ટી વર્કશોપ સામે આવેલ એક વોકળા નજીક પુરુષનો અજાણ્યો મૃતદેહ મળી આવેલ છે. આ બનાવ અંગે તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે આ મૃતદેહ નજીકથી એક ડીઝલનું કેન પણ મળી આવેલ હોવાથી આ વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે.વધુમાં પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ આરંભી છે.