લખપતના ધારેશીમાં પવનચક્કીમાં 3 લાખનું નુકશાન પહોચડનાર ઈશમો વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

  લખપત ખાતે આવેલ ધારેશીમાં પવનચક્કીમાં 3 લાખનું નુકશાન પહોચડનાર ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધવવામા  આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 31/8ના રાત્રિના સમય દરમ્યાન અજાણ્યા આરોપી ઈશમો ધારેશીમાં  સાઈટેક કંપનીની એક પવનચક્કીનાં તાળાં તોડી વિવિધ પ્રકારના કોપર વાયરના ટુકડા કરી રૂા. ત્રણ લાખનું નુકશાન પહોચાડી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.