રિવોર્ડ પોઇન્ટના નાણાં જમા કરાવવાની લાલચે માંડવીના શખ્સ સાથે એક લાખની ઠગાઈ : સાયબર ક્રાઇમ સેલે 75 હજાર પરત અપાવ્યા
સૂત્રો જણાવી રહ્યા છે રિવોર્ડ પોઇન્ટના નાણાં જમા કરાવવાની લાલચે માંડવીના શખ્સ સાથે એક લાખની ઠગાઈ થઈ હતી. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા 75 હજાર પરત અપાવી દેવામાં આવેલ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીના ચિંતનભાઇને અજાણ્યા નંબર પરથી મેસેજ દ્વારા જણાવેલ કે, તમારા ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ આવ્યા છે અને તમારા ખાતામાં જમા કરવા માટે આજે છેલ્લો દિવસ છે. અંતે ફરિયાદીએ મેસેજમાં આવેલી લિન્ક ખોલી વિગતો ભરી છેલ્લે ઓટીપી નાખતાં આરોપી ઈશમોએ તેનો ફોન હેક કરી ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂા. એક લાખ સેરવી લીધા હતા. જાણવા મળી રહ્યું છે કે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતાં સાયબર ક્રાઇમ સેલે 75 હજાર પરત અપાવી દીધા છે.