વધુ એક હનીટ્રેપનો કિસ્સો આવ્યો સપાટી પર : ગાંધીધામના આધેડને હનીટ્રેપમાં ફસાવી 23 લાખ રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઈ
સૂત્રો જણાવી રહ્યા છે ગાંધીધામના આધેડને હનીટ્રેપમાં ફસાવી 23 લાખ રૂપિયા પડાવી લેવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ કિસ્સામાં કુલ 11 શખ્સની ટોળકીએ આ નાટક રચ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના ગોપાલપુરીમાં રહેનાર એક આધેડ મેઘપર બોરીચીની એક સોસાયટીમાં રહેનાર એક શખ્સનાં ઘરે ગયેલ હતા. જ્યાં મહિલાએ દિવ્યા નામની છોકરીને રૂમમાં મોકલી હતી.જાણવા મળી રહ્યું છે કે દિવ્યાની ભાભી તરીકે ઓળખ આપનાર તથા અન્ય આરોપી શખ્સો ત્યાં આવી અને પ્રેસ મીડિયાની ઓળખ આપી આધેડનો વીડિયો બનાવી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે આ વિડીયો બનાવી આધેડ પાસેથી બળજબરીપૂર્વક રૂા. આઠ લાખ કઢાવી લીધા હતા. ઉપરાંત બાદમાં ફરિયાદી આધેડના ઘરે આરોપી ઈશમો પહોંચી ગયા હતા જ્યાં આ યુવતી અને આધેડ રૂમમાં જતાં આરોપી ઈશમોએ આધેડનો વીડિયો ઉતારી બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી વધુ રૂા. 13 લાખ પડાવી લીધા હતા. આટલું જ નહીં આટલાથી સંતોષ ન થતાં બાદમાં પોલીસની ઓળખ આપનાર અન્ય આરોપી શખ્સોએ આધેડને મળી હેરાન નહીં કરવા તથા વીડિયો વાયરલ નહીં કરવા પેટે રૂા. બે લાખ લીધા હતા. અંતે આ આધેડે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. જેના આધારે પોલીસની ટીમે આ તમામ ટોળકીને ઝડપી લઈ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.