દુધઇ નજીક ટેન્કર સાથે ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત : અકસ્માતના 21 કલાક બાદ પણ ટ્રાફિક જામ

copy image

copy image

  અંજાર ખાતે આવેલ દુધઇ નજીક ટેન્કર સાથે ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના પગલે લાંબા સમય સુધી ટ્રાફિક જામ થઈ જતાં અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર આ અકસ્માત સર્જાયો  હતો. ભચાઉથી ભુજ તરફ જતા ટેન્કર સાથે ધાણેટીથી સિલિકા ભરીને જતું ટ્રેઇલર ધડાકાભેર અથડાયું હતું. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં બંને વાહનોમાં નુકશાની પહોંચી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. સૂત્રો જણાવે રહ્યા છે કે અકસ્માતના 21 કલાકના સમયગાળા બાદ પણ  રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.