ભુજ તાલુકાના વ્યારા ગામની વાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદક સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ
અધિક પોલીસ મહાનિદેશકશ્રી. એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની પ્રવૃતિ અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છનાઓએ ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોઇ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી.ભોલાનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઇ. જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.
દરમ્યાન આજરોજ તા.૨૨/૧૨/૨૦૨૪ ના રોજ એસ.ઓ.જી. તાબાના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.હે.કો. નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલાનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ તાલુકાના વ્યારા ગામની વાડી વિસ્તારની ઉતરાદી સીમમાં આવેલ પાણીની તલાવડીની બાજુમાંથી આરોપી જાફર ઈસ્માઈલ આગા, ઉ.વ. ૩૦, રહે, ગામ-વ્યારા,વાડી વિસ્તાર, તા.ભુજવાળાને પકડી પાડી તેના કબ્જામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની મજલ લોડ બંદુક કિ.રૂ.૨,૦૦૦/- ની ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
જાફર ઈસ્માઈલ આગા, ઉ.વ. ૩૦, રહે, ગામ-વ્યારા, વાડી વિસ્તાર, તા.ભુજ
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) એક દેશી બનાવટની મજલ લોડ બંદુક નંગ-૦૧, કિ.રૂ.૨,૦૦0/-
(૨) સાદો મોબાઇલ નંગ-૦૧, કિ.રૂ. ૫૦૦/-
(૩) રોકડા રૂપિયા ૧૦૦/-
કુલ કિં.રૂ. ૨,૬૦૦/-
- કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-
એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ભોલા સાહેબ, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ ચેતનસિંહ જાડેજા તથા ગોપાલભાઈ ગઢવીનાઓએ સદર કામગીરી કરેલ છે.