માંડવીમાં 59 વર્ષીય પ્રૌઢ મહિલા પર નિર્લજ્જ હુમલો કરી શારીરિક અડપલાં કરનાર શખ્સ વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
સૂત્રો જણાવી રહ્યા છે માંડવીમાં 59 વર્ષીય પ્રૌઢ મહિલા પર નિર્લજ્જ હુમલો કરી શારીરિક અડપલાં કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 20/12ના રાત્રીના 10 વાગ્યાના સમયે આરોપી શખ્સ ગેરકાયદેસર રીતે ફરિયાદીના ઘરે આવેલ હતો બાદમાં હુમલા સાથે શારીરિક અડપલાં કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. જે અંગે આ મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની વધૂ કાર્યવાહી આરંભી દીધી છે.