બન્નીના એક ગામમાં 52 વર્ષીય આધેડ માહિલા પર હવશખોરની નિયત બગડી
બન્નીના એક ગામમાં 52 વર્ષીય આધેડ માહિલા સાથે કુકર્મ કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા. 20/12ના સાંજના અરસામાં ગામના સીમ વિસ્તારમાં આ મહિલા એકલી હતી તે સમયે ફરિયાદી મહિલાની એકલતાનો લાભ લઈ હવશખોર આરોપી શખ્સે બળજબરીથી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આ બનાવ અંગે આરોપી ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.