બે ચેક પરત ફરવાના પ્રકરણમાં આરોપીને એક-એક વર્ષની કેદ ઉપરાંત 14 લાખનું વળતર ચૂકવવા આદેશ
સૂત્રોના જણાવ્યા મુજબ બે ચેક પરત ફરવાના પ્રકરણમાં એક-એક વર્ષની કેદની સજા ઉપરાંત કેસ ચાલવામાં સાત વર્ષના વિલંબ બદલ 10 લાખની જગ્યાએ 14 લાખનું વળતર આપવા હુકમ જાહેર કરેલ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના અશોક ત્રમ્બકલાલ જોશીએ ગત તા. 30/4/16ના આરોપી શખ્સને હાથ ઉછીના રૂા. 10 લાખ લેખિત કરાર કરીને આપેલ હતા. કરાર મુજબની મુદ્દત પૂર્ણ થઈ હોવા છતાં પણ આરોપીએ આપેલ ન હતા. બાદમાં તે રૂપિયા પેટે બે ચેક આપેલ હતા. જે પરત ફરતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠરાવી એક-એક વર્ષની સજા તથા સાત-સાત લાખ લેખ બંને કેસમાં વળતર આપવાનો આદેશ આપ્યો છે.