ટક્કર માર્યા બાદ કારચાલક પર હુમલો
ગાંધીધામમાં કારમાં છકડો ભટકાયા બાદ છકડામાં સવાર પાંચ શખ્સે કારચાલક પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે ગુલાબચંદ જૈન દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ મુજબ ગત દિવસે બપોરના સમયે આ ફરિયાદી કાર લઇને પોતાની ઓફિસ જઇ રહ્યા હતા તે દરમ્યાન ઓસ્લો પોલીસ ચોકીવાળા રોડ પર પાછળથી એક છકડો કારમાં ભટકાયો હતો. જાણવા મળી રહ્યું છે કે ટક્કર બાદ છકડાચાલકે પોતાનું વાહન આગળ જઇ ઊભું રાખી અને તેની સાથે આવેલ અન્ય ચાર શખ્સોએ આ યુવાન પર હુમલો કરી દીધો હતો. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.