સગીરાની છેડતી કરનાર યુવાનના પિતાએ દીકરાને સમજાવવાના બદલે ફરિયાદી પરીવાર સાથે જ કર્યો ઝગડો : પિતા-પુત્રને કરાયા જેલના હવાલે
માંડવીના એક ગામમાં સગીરાની છેડતી કરનાર યુવાનના પિતાએ દીકરાને સમજાવવાના બદલે સગીરાના પરીવાર સાથે ઝગડો કરેલ હતો. આ મામલે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ માંડવીના એક ગામમાં ગત તા. 21/12ના બપોરે ફરિયાદીની સગીર વયની દીકરીને સાહેદ એક્ટિવાથી હોસ્ટેલથી ઘરે લઇ આવી રહ્યા હતા તે સમયે મોટી રાયણના આરોપી શખ્સે પોતાની ગાડીથી પીછો કરી હોર્ન વગાડી એક્ટિવા નજીક લઇ જઇ આંખોથી તેમજ હાથથી ગંદા ઇશારા સગીરાની છેડતી કરી હતી.જે મામલે આરોપી યુવાનના પિતાને જાણ કરવામાં આવતા તેઓએ સામેથી ફરિયાદી પરિવારને જેમ-તેમ ગાળો આપી, સગીરાનું જાકીટ પકડી હચમચાવી દેતાં સાહેદ છોડાવવા જતાં તેને થપ્પડ અને ધક્કો મારી ગાળો આપેલ હતી. અંતે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાત્કાલિક બન્ને આરોપીની અટક કરી જેલના હવાલે કરી દીધા છે.