ભારતનગરમાં સોનલનગરના બંધ મકાનમાંથી દાગીના તેમજ રોકડ સહિત કુલ 2 લાખની તસ્કરી થતાં ચકચાર

copy image

copy image

ભારતનગરમાં સોનલનગરના ઘરમાંથી દાગીના તેમજ રોકડ સહિત કુલ બે લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા 19/12 ના ફરિયાદી પરિવાર દિકરીના ઘરે દિકરાનો જન્મ થયો હોવાથી મુંબઈ ગયેલ હતા. ઉપરાંત તેમના અન્ય ઘરનું ભારતનગરમાં કામ ચાલુ હોવાથી સોનલનગરના ઘરમાં તાળુ મારી ભારતનગરના ઘરમાં ગયેલ હતા. વધુમાં જણાઈ રહ્યું છે કે  બાદમાં 22/12ના સવારના સમયે પરત આવીને જોતાં ઘરના તાળાં તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. ઉપરાંત ઘરમાં તમામ સામાન અસ્ત-વ્યસ્ત હાલતમાં જોવા મળી આવેલ હતો. ઘરમાં વધુ તપાસ કરતાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ચોર ઈશમો આ ઘરમાંથી કુલ સોનાના દાગીના તેમજ રોકડ સહિત કુલ 1.98 લાખની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા.આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.