ભુજ તાલુકાની અનુ.જાતિ ખેતી સ.મંડળી જમીનનો પ્રત્યક્ષ કબ્જો વહીવટીતંત્ર અને આગીવાનોની હાજરીમાં મેળવ્યો

આજરોજ ભુજ તાલુકાના કુનરીયા ગામે ભુજ તા. અનુ. જાતી સા. ખેતી. સ. મડળી ની જમીનનો પ્રત્યેક્ષ કબ્જો વહિવટીતંત્ર અને આગેવાનો ની હાજરીમાં મંડબીના પ્રમુખ વિજયભાઈ કાવીને સોપવામાં આવ્યો.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના હેઠળ તેમજ કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન અને આદેશથી આજરોજ જિલ્લા વહીવટીતંત્ર મામલતદારશ્રી ભુજ ગ્રામ્ય અને સર્કલ ઓફિસર દ્વારા પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવ્યો.

આ પ્રસંગે રાષ્ટ્રીય અનુજાતિ આયોગ સબ કમીટીના માજી મેબરધર્મેન્દ્ર ગોહિલ અને કરછ જીલ્લાના સામાજીક આગેવાન નરેશભાઈ મહેશ્વરીની હાજરીમાં મંડળીના પ્રમુખશ્રી વિજયભાઈને પ્રત્યક્ષ કબ્જો સોપવામાં સહભાગી બન્યા હતા,

 ભુજ તાલુકામાં અન્ય બાકી રહેતી જમીનના કબ્જા માટે તાત્કાલીક ધોરણે અગામી દિવસોમાં કબ્જો મેળવ્યાનો ચાલુ હોવાનો મામલતદારજી ભુજ-ગ્રામ્યના સાહેબશ્રીએ  જણાવ્યુ હતું.

આ પ્રસંગે ધર્મેન્દ્ર ગોહિલ અને નરેશ મહેશ્વરીએ જણાવ્યુ હતુ કે સમગ્ર કચ્છ જીલ્લામાં આ ચળવળ ચાલુ રાખવામા આવશે. અને જયાં જ્યાં કચ્છમાં અનુજાતિના ખેડૂતો અને વ્યક્તિગત ધોરણે તેમજ મંડળીની જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો જોવામાં આવશે તો તેની ચળવળ ઉપાડવામાં આવશે.

આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જીલ્લા વહિવટીતંત્ર અને અનુ. જાતિના આગેવાનોના સંપર્કમાં રહ્યા હતા.  આ કામગીરીમાં અનુજાતિ ભાજપના મોરચામાં પ્રમુખશ્રી અશોકભાઈ હાથી,ભુજ તાલુકા સમાજીક ન્યાય સમિતિના ચેરમેન લખુભાઈ મેરીમા ભાજય અનુ. જાતી મોરચાના મહામંત્રી રવિભાઈ નામોરી, જીલ્લા, સા.ન્યાય સમિતિ ચેરમેનના પ્રતિનીધી અને ભાજપ અગ્રણી પ્રકાશભાઈ, હરીભાઈ પરમાર, હરેશભાઈ મેરીયા, સામાજીક આગેવાન મોહન ભાઈ ચાવડા, નાનજીભાઈ મેરીયા, દિનેશ મેરીયા, કલ્પેશ મેરીયા સાહતી ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી સમા સાહેબ સર્કલ ઓફિસર બળદીયા શ્રીઝાલા સાહેબ,સર્કલ ઓફિસર તેજસભાઈ વ્યાસ સ્થાનિકે પ્રત્યક્ષ કબ્જા સોંપણી વખતે હાજર રહ્યા હતા. તેવું ભુજ તા. અનુ.જાતિ ખેતી.સ. મંડળીના પ્રમુખશ્રી વિજયભાઈ કાગીએ યાદીમાં જણાવ્યુ હતું.