અંજારમાં વિવિધ સ્થળો પર કરવામાં આવેલ દબાણો દૂર કરવા અંગે નાયબ કલેકટર સમક્ષ આવેદનપત્ર દ્વારા રજૂઆત કરાઈ

અંજારમાં વિવિધ સ્થળો પર કરવામાં આવેલ દબાણો દૂર કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારમાં આવેલ યોગેશ્વર સોસાયટી તેમજ વાડીવિસ્તારની બાજુમાં આવેલી સરકારી જમીન પર બિનઅધિકૃત બાંધકામો કરી દેવામાં આવેલ છે. જેના કારણે લોકને હાલાકીનો સામનો કરવો પડે છે. જે અંગે અંજારના નાયબ કલેકટર સમક્ષ આવેદનપત્ર દ્વારા લેખીત રજૂઆત કરવામાં આવેલ છે. જે અનુસાર સોસાયટી તથા તેના આસપાસના વાડીવિસ્તારમાં રહેતા લોકો આ સરકારી માર્ગનો ઉપયોગ કરે છે જે જમીન પર દબાણ કરવામાં આવેલ છે અને ફેન્સિંગ કરાયું હોવાનું  સામે આવ્યું છે. વધુમાં મળતી વિગતો મુજબ હાલમાં આ સ્થળ પર ટાવર ઉભો કરાતો હોવાની રાવ ઉઠી છે. જો આમ થયું તો સોસાયટી અને આજુબાજુની વાડી વિસ્તારનો માર્ગ બંધ થઈ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. આ મામલે અગાઉ પણ ફરિયાદ કરવામાં આવેલ હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ દબાણો દૂર કરવા અંગે  આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.