કોઠારા હાઇવે રોડની દુકાનની ચોરી તેમજ અલગ અલગ વાડીઓમા થયેલ કેબલ ચોરીઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી ચોરાયેલ મુદામાલ રીકવર કરતી કોઠારા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ જીલ્લામાં ચોરીના વણશોધાયેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ નખત્રાણાના બી.બી.ભગોરા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર.બી.પી.ખરાડી સાહેબનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ

જે સુચના અને માર્ગદર્શન અન્વયે કોઠારા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૫૦૨૩૨૪૦૨૪૨/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૫(એ) વિ. મુજબ ગુનામાં કોઠારા હાઇવે રોડ ઉપર આવેલ એક્તા ટી હાઉસ નામની દુકાનનુ પતરુ તોડી પૈસા રાખવાના ગલ્લામા રાખેલ રોકડા રૂપિયા ૯૦૦૦/-(નવ હજાર) ની કોઈ અજાણ્યો ઇસમ કરેલ હોઈ જે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા કોઠારા પો.સ્ટે. વિસ્તાર મા પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારો દ્વારા હકિકત મળેલ કે આ ચોરી (૧) માવાભાઈ ઉર્ફે મહેશ સ/ઓ છગન સલાટ તથા (૨) રમલુ છગન સલાટ રહે. બન્ને તલવાણા તા.માંડવી જી.કચ્છ હાલ રહે.કોઠારા સુથરી ચાર રસ્તા પાસે તા. અબડાસા કચ્છ વાળાએ સાથે મળી કરેલ છે જેથી આરોપીઓને રાઉન્ડ અપ કરી યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછ પરછ કરતા સદર ચોરી પોતે બન્ને કરેલ હોવાની કબુલાત આપતા આરોપીઓએ ચોરી કરેલ રૂપિયા ૯,૦૦૦/- (નવ હજાર) તપાસ કામે કબ્જે કરવામા આવેલ અને આરોપીઓએ કોઠારા પો.સ્ટે. ગુ.૨નં ૧૧૨૦૫૦૨૩૨૪૦૨૪૩/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨) મુજબના ગુના કામે ગઢવાડા સીમ વિસ્તાર મા આવેલ અલગ અલગ ૫ વાડીઓમા મોટરના કેબલ વાયર ની ચોરીઓ પોતે કરેલ હોવાની કબુલાત આપતા આરોપીઓ પાસે થી ચોરી કરેલ કેબલ વાયરો માથી કેબલ વાયર સળગાવેલ હાલતમા કોપર કેબલ કુલ્લ ૧૩.૭૫૦ ગ્રામ કિ.રૂ.૯૬૨૫/- નો તપાસ કામે કબ્જે કરવામા આવેલ અને વધુ તપાસ ચાલુ મા છે.

પકડાયેલ આરોપીઓના નામ

(૧) માવાભાઈ ઉર્ફે મહેશ સ/ઓ છગન સલાટ

(૨) રમલુ છગન સલાટ રહે. બન્ને તલવાણા તા.માંડવી જી.કચ્છ હાલ રહે.કોઠારા સુથરી ચાર રસ્તા પાસે તા.અબડાસા કચ્છ

શોધાયેલ ગુનો તેમજ મળી આવેલ મુદામાલની વિગત :-

(૧) કોઠારા પો.સ્ટે. ગુરન-૦૨૪૨/૨૦૨૪ના ચોરી થયેલ રોકડા રૂ.૯૦૦૦/-

(૨) કોઠારા પો.સ્ટે. ગુરન૦૨૪૩/૨૦૨૪ ના ચોરી થયેલ કોપર

કેબલ કુલ્લ ૧૩.૭૫૦ ગ્રામ કિ.રૂ.૯૬૨૫/-

ઉપરોક્ત કામગીરી મા પો.સબ.ઇન્સ જે.જે.રાણા તથા પો.હેડ.કોન્સ ફુલદીપસીહ ડી. રાણા તથા રવિરાજસિંહ પી.જાડેજા તથા પો.કોન્સ દામજીભાઇ એમ. મારવાડા તથા અલ્પેશભાઈ એલ. ચૌધરી તથા અનિલભાઈ પી. ખટાણા તથા પ્રવિણભાઇ એસ. ચૌધરી તથા મહેન્દ્રભાઈ વી. રાતડિયા નાઓ જોડાયેલા હતા.