માનનીય કલેક્ટરશ્રી-કચ્છનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધીકારીશ્રી-ભુજ તથા મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સક્વોર્ડ) ભુજનાઓ દ્વારા તા.21/12/2024ના રોજ સંયુક્ત રીતે ભુજ તાલુકાના ખાવડા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી .અધિકૃત રોયલ્ટીપાસ કરતા વધુ બ્લેકટ્રેપ ખનિજનો જથ્થો વહન કરવા બદલ એક ટ્રક તથા તેવી જ રીતે રોયલ્ટીપાસ કરતા વધુ લાઈમસ્ટોન ખનિજનો જથ્થો વહન કરવા બદલ ત્રણ ટ્રક એમ કુલ ચાર ટ્રકોને સીઝ કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ તથા તે અંગેની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
તા.22/12/2024ના રોજ મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સ્ક્વોર્ડ) ભુજની તપાસટીમ દ્વારા ભુજ તાલુકાના ચકાર ગામે આવેલ એક બ્લેકટ્રેપ ખનિજની ક્વૉરી લીઝમાં ઈ.સી. ન હોઈ લીઝ બંધ હોવા છતા ખાણકામ અને લોડીંગ ચાલુ હાલતમાં પકડીપાડી એક ટ્રક તથા એક લોડર સીઝ કરવામાં આવેલ. જે અંગે નિયમોનુસાર ની કાર્યવાહી હવે પછી હાથ ધરવમાં આવશે.
તેવી જ રીતે આજ તા.23/12/2024ના રોજ મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સ્ક્વોર્ડ) ભુજની તપાસટીમ દ્વારા ભુજ તાલુકાના નડાપા ગામે આવેલ એક વ્હાઈટક્લે ખનિજની લીઝમાં ઈ.સી. ન હોઈ લીઝ બંધ હોવા છતા ખાણકામ અને લોડીંગ ચાલુ હાલતમાં પકડીપાડી ત્રણ ટ્રક તથા બે એક્સકેવેટર મશીનને સીઝ કરવામાં આવેલ. જે અંગે નિયમોનુસાર ની કાર્યવાહી હવે પછી હાથ ધરવમાં આવશે.