ભચાઉના લાખાવટ અને નેર અમરસરના સીમમાંથી ખાનગી કંપનીના કુલ 3.35 લાખના સમાન પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર
copy image

ભચાઉ ખાતે આવેલ લાખાવટ અને નેર અમરસરના સીમ વિસ્તારમાંથી ખાનગી કંપનીના કુલ 3.35 લાખના સમાનની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ખાવડાથી લાકડીયા સુધી અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીની 765 કે.વી. લાઇનનું કામ ચાલુ છે જે કામ મુંબઇની ટ્રાન્સરેલ લાઇટીંગ લિમિટેડ કંપનીને આપવામાં આવેલ છે જાણવા મળી રહ્યું છે કે આ સ્થળ પર ટાવરો ઊભા થઇ ગયા છે જ્યારે વીજ તાર ખેંચવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે કંપનીના લાખાવટ સીમ વિસ્તારમાં વિજતાર વગેરે સામાન રાખવામા આવેલ હતો જેમાં તસ્કરોએ હાથ સાફ કર્યો છે. ચોર ઈશમો અહીથી એ.એલ. 59 જીબ્રા કંન્ડકટર 27.72 એમ.એમ.નો 8000 મીટર વાયર તથા વિજ તાર ખેંચવાના સાધનો એમ કુલ રૂા. 3,35,000ના સમાન પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.