ફરિયાદી નોકરી પર ગયા અને પાછળથી ચોર ઈશમો બંધ મકાનમાં હાથ ફેરો કરી ફરાર
copy image

ભુજના પ્રભુનગર-1માં બંધ મકાનમાંથી કુલ 1.02 લાખની તસ્કરી થતાં પોલીસ મથક ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરીના બનાવ અંગે રાજદીપ ઇન્દ્રજિત દેવાત્કાએ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી અને તેમના ભાઇ ગત તા. 21/12ના બપોરના સમયે ઘરને તાળું મારી ખાવડા નોકરી અર્થે ગયેલ હતા. ત્યાથી બે-ત્રણ દિવસ રોકાયા બાદ 22/12ના પરત આવીને જોતાં તેમના મકાનનું તાળું તૂટેલ હાલતમાં જોવા મળી આવેલ હતું ઉપરાંત તમામ સામાન વેર-વિખેર હાલતમાં જોવા મળ્યો હતો.બાદમાં ઘરમાં વધુ તપાસ કરતાં રોકડ તેમજ સોનાના દાગીના સહિત કુલ 1,02,000ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.