ગાંધીધામમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસ ત્રાટકી:11 ખેલી ઝડપાયા

ગાંધીધામમાં ચાલતા જુગાર અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડીને અગિયાર આરોપીની ધરપકડ કરી હતી.આ અંગે મળતી માહિતી મુજબ સેકટર-8 માં આવેલા મનાલી ટાવરમાં આરોપી પોતાના કબ્જાની ઓફિસ નં.111માં બહાર થી જુગારીઓને બોલાવીને ગંજીપાના વડે જુગાર રમી રમાડી નાલ ઉઘરાવતો હોવાની બાતમી આધારે પોલીસે અહીં દરોડો પાડયો હતો.આ કાર્યવાહીમાં આરોપી 11ની ધરપકડ થઈ હતી. કાયદાના સકંજામાં આવેલા ખેલીઓ પાસેથી રોકડા રૂા. 72,300 તથા દસ મોબાઈલ ફોન કિં.રૂા. 95 હજાર સાથે કુલ રૂા.1,67,300 નો મુદામાલ હસ્તગત કરાયો હતો.આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.