સુમરાસર શેખમાં બાઈક ખાડામાં પછડાતાં પાછળ બેઠેલો યુવકનું મોત
ભુજના સુમરાસર-શેખ પાસે બાઈક ખાડામાં પછડાતાં પાછળ બેઠેલો ગામનો 19 વર્ષીય યુવક નીચે પટકાતાં ગંભીર ઈજાના પગલે બે દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ અંગે માધાપર પોલીસ મથકે સુમરાસર-શેખના ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 11/8ના રાતે આઠેક વાગ્યે બાઈકનો ચાલક પાછળ બેસી તેનો પુત્ર મજૂરીકામ કરી પરત આવી રહ્યા હતા, ત્યારે ક્રિકેટ ગ્રાઉન્ડ પહેલાં આવતી પાપડી પાસે ખાડામાં બાઈક પછડાતાં પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો હતો અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. રજાકને પણ મૂઢમાર ઈજાઓ પહોંચી હતી. યુવાનનું સારવાર દરમ્યાન તા. 13/8ના જી.કે. જનરલ હોસ્પિટલમાં મૃત્યું થયું હતું. પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.