મુન્દ્રાના યુવાન સાથે ઈન્સ્ટાગ્રામની એડના માધ્યમથી 99 હજારની થઈ ઠગાઈ : સાયબર સેલે રૂા. 58,570 પરત અપાવ્યા

copy image

copy image

મુન્દ્રાના ઓમપ્રકાશ નામના યુવાન સાથે ઈન્સ્ટાગ્રામની એડ થકી 99 હજારની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે મુન્દ્રાના ઓમપ્રકાશે ઈન્સ્ટાગ્રામ પર ડ્રીમ ઈલેવનની એડ જોયા બાદ આપેલ નંબર દ્વારા સંપર્ક કરતાં ડ્રીમ ઈલેવનમાં તમારો સ્કોર 3 પર છે જેથી 5 લાખ મેળવવા માટે ચાર્જ ભરવા જણાવેલ હતું. જેથી રૂપિયાની લાલચમાં આવીને ફરિયાદીએ જુદા જુદા ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂા. 99,200 મોકલ્યા હતા. વધુમાં જાણવા મળી રહ્યું છે કે પૈસા ટ્રાન્સફર કર્યા બાદ સામાવાળાએ સંપર્ક તોડી નાખતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો આભાશ થતાં અરજદારે સાયબર સેલનો સંપર્ક કરેલ હતો. જેથી સેલે તેના ખાતામાં રૂા. 58,570 પરત અપાવ્યા હતા.