ભચાઉમાંથી ચાર ખેલીઓની ધરપકડ

copy image

copy image

ભચાઉમાંથી ચાર પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ શહેરના ટાટા નગરમાં અમુક ઈશમો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા તે સમયે અચાનક આવેલ પોલીસે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ચાર ખેલીઓને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા.15,500 સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.