પાનધ્રોનાં ખેતરમાં ઘાસના ઢગલામાં છૂપાવેલ 96 શરાબની બોટલ સાથે એકની ધરપકડ

copy image

copy image

લખપત ખાતે આવેલ પાનધ્રોનાં ખેતરમાંથી 96 શરાબની બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  લખપત તાલુકાના પાનધ્રોનો દેવજી અરજણ સથવારા નામનાઓ ઈશમ પોતાના ખેતરમાં શરાબનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસની ટીમે હકીકત વાળા સ્થળ પર રેઈડ પાડી ઘાસના ઢગલામાં છૂપાવેલ જુદા-જુદા બ્રાન્ડની શરાબની 96 બોટલ ઝડપી પાડી છે. પોલીસે આ સ્થળેથી કુલ કિં. રૂા. 53,952ના શરબનાં જથ્થા સાથે આરોપી શખ્સની અટક કરી છે. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.