આદિપુરમાંથી 21 શરાબની બોટલ સાથે એક્ટિવા ચાલક ઝડપાયો
આદિપુર શહેરમાં આવેલ રૂદ્રાક્ષ પેટ્રોલ પંપની નજીકથી શરાબની 21 બોટલ સાથે એક ઈશમને પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે ગત રાત્રે રૂદ્રાક્ષ પેટ્રોલ પંપની પાછળવાળી શેરીમાં કાર્યવાહી હાથ ધરી હતી. અહીંથી પસાર થનાર એક્ટિવાના ચાલકને રોકવામાં આવતા તેણે પોતાનું વાહન હંકારી દીધું હતું.પોલીસે આ શખ્સનો પીછો કરી તેને પકડી એક્ટિવાની તલાશી લેવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પકડાયેલ શખ્સ પાસેથી 21 બોટલ કિં. રૂા. 14,070નો શરાબનો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.