મુન્દ્રા ખાતે આવેલ ગુંદાલાનાં યુવાન દંપતીએ એક સાથે ટ્રેન નીચે ઝંપલાવી જીવનનું અંતિમ પગલું ભર્યું

copy image

copy image

  મુન્દ્રા ખાતે આવેલ ગુંદાલાનાં યુવાન દંપતીએ સાથે ટ્રેન નીચે ઝંપલાવી જીવનનો અંતિમ માર્ગે દોરી ગયા હતા. ત્યારે આ બનાવ અંગે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે જે અનુસાર ગત રાત્રીના 10.30 વાગ્યાના સમયગાળા દરમ્યાન મુન્દ્રાના વડાલા-ભદ્રેશ્વર રેલવે ફાટક નજીક બ્રિજેશ અને રંજનાબેને કોઇ અગમ્ય કારણોસર ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હતભાગી બ્રિજેશના લગ્ન ચાર-પાંચ વર્ષ પૂર્વે કોરોનાકાળ દરમ્યાન જ કોડાયની રંજના સાથે થયાં હતાં. તેમની ચાર વર્ષની ઝીલ નામની પુત્રી છે. જાણવા મળી રહ્યું છે કે આ દંપતી ટ્રેન નીચે આપઘાત કર્યો, તે સમયે આ માસૂમ બાળકી ઝીલ પણ સાથે જ હતી, પરંતુ સદભાગ્યે તેનો ચમત્કારિક બચાવ થયો છે. આ માસૂમ બાળકીને માથામાં ટાંકા જેવી ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ દંપતીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તેની વધુ તપાસ પોલીસે આરંભી છે.