આદિપુરમાં પોલીસ કર્મીને વર્ધી ઉતરાવી દેવાની ધમકી આપનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ
આદિપુરમાં એક શખ્સે પોલીસ મથકે આવીને પોલીસ કર્મીને વર્ધી ઉતરાવી નાખવાની ધમકી આપેલ છે. ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે, ગત દિવસે બપોરના સમયે આદિપુર પોલીસ મથકે પોલીસ કર્મીઓ હાજર હતા તે સમયે ફરિયાદીને આરોપી શખ્સે ફોન કરી ડિવાઈન લાઈફ હોસ્પીટલમાં મને કેમ દબાવતો હતો તેમ કહી ફોન કટ કરી બાદમાં તે જ આરોપી શખ્સ પોલીસ મથકે પહોંચી આવ્યો હતો. ઉપરાંત પોલીસ મથક એયાવે જોર-જોરથી બોલી બિભત્સ ગાળો આપી આજે તને મુકીશ નહીં તેમ કહી ફરીયાદી બાજુ જતાં ટીઆરબી જીવા આહિર તેની પાસે જતાં આ શખ્સે ટીઆરબીના હાથમાં બચકું ભરી લીધું હતું.વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે અન્ય પોલીસ કર્મીઓ આવી જતાં આ શખ્સે વર્ધી ઉતરાવી દેવા અંગે ઉપરાંત અનેક ધમકીઓ આપેલ હતી. આ શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.