અંજારમાં જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપ્યો
અંજારમાથી જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર શહેરમાં આવેલ ગંગાનાકા નજીક રાંદલ ટી હાઉસના સંચાલકને પોલીસે જાહેરમાં આંકડો લેતા રંગે હાથ દબોચી લીધો છે. જણાઈ રહ્યું છે કે આ શખ્સને તેના ગ્રાહકો વોટ્સએપનાં માધ્યમથી આંકડા લખાવતા હતા અને આ શખ્સ ઓનલાઈન ડી.પી. બોસ સટ્ટા માર્કેટની વેબસાઈટના આંકડા જોઈ પોતાના ગ્રાહકોને જાણ કરતો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.