આધોઇ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 22 વર્ષીય યુવાનનું મોત
ભચાઉ ખાતે આવેલ આધોઇ નજીક સર્જાયેલ અકસ્માતમાં 22 વર્ષીય યુવાનનું મોત નીપજયું છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આધોઇ સેક્ટર-4 ખાતે રહેનાર રવિ નામનો 22 વર્ષીય યુવાન પોતાના કબ્જાની બાઈક લઈને સામખિયાળી બાજુ જઇ રહ્યો હતો.તે સમયે કોઇ અજાણ્યા વાહને બાઇક સાથે યુવાનને હડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં હતભાગી યુવાનને માથાંમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.